
તારીખ ૨૭ ફેબ્રુઆરી ના રોજ જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશનન દ્વારા યુનિટી બ્લડ બેંક ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નું. આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજ સેવા અને સમાજ પ્રત્યેની કટિબદ્ધતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કંપની માં કામ કરતા દરેક વર્ગના કામદાર અને કર્મચારી દ્વારા ઉત્સાહ પૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો.આ કેમ્પ મા ૧૯૮ યુનિટનુ રક્તદાન નોંધવામાં આવેલ છે. કંપનીના CSR વિભાગના વડા સૌરવ ચક્રવર્તી, મેડિકલ ટીમના ડો હેમંત ચૌહાણ, ડો સત્યમ પંડ્યા, ડો ઓમકાર, યુનિટ હેડ અતુલ શર્મા, વિકાસ વિશ્નોઈ અને તમામ સ્ટાફ દ્વારા લોકોને પ્રેરણા આપી હતી અને આ કેમ્પ ને સફળ બનાવવા મા તેમનું યોગદાન પૂરું પાડ્યું હતું.

છેલ્લા ૧૦ વર્ષ થી દર વર્ષે જ્યુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ બ્લડ બેંક ને સાથે રાખી આ પ્રકાર નુ સફળ આયોજન કરવા માં આવે છે. બ્લડ બેંક અને CSR ટીમ દ્વારા દરેક રક્ત દાતા ને સર્ટિફિકેટ અને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવી હતી.