વેરાવળ રેડ ક્રોસ ભવન ખાતે વિશ્વ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં ૬૦થી વધુ બ્લડ યુનિટ એકઠું થયું હતું.

વિશ્વ વિભૂતિ વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેઇનરની યાદમાં ૧૪ મી જુન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે. જેના અનુસંધાને નેશનલ બ્લડ ટ્રાન્સ્ફયુઝન કાઉન્સિલ(NBTC), ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ બ્લડ ટ્રાન્સ્ફયુઝન(GSCBT), આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય, જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા આજરોજ રક્તદાન દિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૬૦થી વધુ બ્લડ યુનિટ એકઠું થયું હતું.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ