લોકસભા સામાન્ય ચુંટણી ૭ મે ના રોજ યોજાનાર છે ત્યારે જિલ્લા કલેકટર નેહા કુમારીનાં માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો થકી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજરોજ નિવાસી અધિક કલેક્ટર સી.વી.લટાના હસ્તે લુણાવાડા કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતેથી અંદાજિત ૨૦૦થી વધુ રિક્ષારેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી.

આ રેલી લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિ સંદેશો પહોચાડવામાં આવ્યો હતો, સાથે રિક્ષા ચાલકો પણ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઈ જે કોઈ પેસેન્જર તેમની રિક્ષામાં મુસાફરી કરશે તેમણે ૭ મે ના દિવસે અચૂક મતદાન કરવા જાગૃત કરવા રિક્ષા ચાલકોએ મતદાનના શપથ લીધા હતા.આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એસ મનાત,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી.એન.ભાભોર,પ્રાંત અધિકારી આનંદ પાટીલ,જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અવનીબા મોરી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ