વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પનું 230 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું


સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા છરવાડા સ્થિત વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 230 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું.

ટ્રસ્ટી પરેશ અંટાળાએ જણાવ્યું કે, બ્લડ બેંકમાં રક્તની ઘટ દૂર કરવા છેલ્લા ત્રણ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સમાજના રક્તવીરો ઉત્સાહપૂર્વક રક્તદાન કરે છે. આ વખતે 230 યુનિટ રક્ત એકત્ર થયું, જ્યારે અગાઉના કેમ્પમાં 300થી વધુ યુનિટ રક્ત એકત્ર થયું હતું.


આ કેમ્પ દર વર્ષે 1 જૂનથી 10 જૂન વચ્ચે યોજાય છે, જેમાં પટેલ સમાજના આગેવાનો અને દાતાઓ ઉદાર સહયોગ આપે છે. રક્તદાન કેમ્પની સાથે સમાજનો વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે, જેમાં ધોરણ 1થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ શાળા-કોલેજ અને સમાજનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે.

આ પહેલ દ્વારા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ સામાજિક સેવા અને શૈક્ષણિક ઉત્કર્ષને પ્રોત્સાહન આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે.

વાપી થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *